અમદાવાદ: BRTS બસે અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. બેફામ બસ ચલાવનારા બીઆરટીએસના ડ્રાઇવર સામે આ સાથે જ અનેક સવાલ ફરી ઉભા થયા છે. મોર્નિંગ વોક ઉપર નીકળેલી યુવતીને BRTS બસે ટક્કર મારી હતી. BRTSS બસ રિવર્સ લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રાચી રામચંદણી નામની યુવતીનું મોત થયુ હતુ.
Advertisement
Advertisement
BRTS બસના ડ્રાઇવરો હડતાળ પર
બીજી તરફ BRTS બસના ડ્રાઇવરો બીજા દિવસે પડતરમાંગને લઇને હડતાળ પર ઉતર્યા છે, જેને કારણે મુસાફરોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની અછતને કારણે અનેક જગ્યાએ રૂટિન બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવર હડતાળ પર ઉતરતા JBM કંપનીની બસ બંધ થઇ ગઇ છે.
Advertisement