સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખૂબ જ સારો છે અને તે મેરિટલ રેપ (વૈવાહિક બળાત્કાર) સામે ચાલી રહેલી લડાઈમાં એક પગલું આગળ છે – કામિની જયસ્વાલ, સુપ્રીમ કોર્ટના વકીલ
પરિણીત મહિલા પણ જાતીય હુમલો અથવા બળાત્કારની પીડિતા હોઇ શકે છે. સ્ત્રી તેના પતિ દ્વારા તેની સંમતિ વિના બનાવેલા સંબંધથી ગર્ભવતી બની શકે છે. અમે પાર્ટનર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની હિંસાને અવગણીએ છીએ જે એક હકીકત છે અને તે બળાત્કારનું સ્વરૂપ લઈ શકે છે – સુપ્રીમ કોર્ટ
Advertisement
Advertisement
ગુજરાત એક્સક્લૂઝિવ: સુપ્રીમ કોર્ટે ગુરુવારે થયેલી સુનાવણીમાં મહિલાઓ માટે ગર્ભપાતનો વ્યાપ વધારી દીધો છે અને કહ્યું છે કે અપરિણીત મહિલાઓ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે.
આ મામલે એક મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી.
અરજી અનુસાર, આ મહિલા લિવ-ઈન-રિલેશનશિપમાં હતી અને તેઓ પોતાની મરજીથી સંબંધ ધરાવતા હતા. પરંતુ આ સંબંધમાં તે ગર્ભવતી બની હતી અને ત્યારબાદ તેણે ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી.
વૈવાહિક બળાત્કારને ગુનો બનાવવાની એક આશા બંધાઇ
આ કેસ પછી વૈવાહિક બળાત્કારને ગુનો બનાવવાની દેશભરમાં ચાલી રહેલી ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે. જો કે આ મામલો વૈવાહિક બળાત્કારને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ સાથે સંબંધિત નથી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી આશા જાગી છે કે ન્યાયાધીશો અને કોર્ટ આ દિશામાં વિચારી રહ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં સુપ્રીમ કોર્ટના વકીલ કામિની જયસ્વાલે કહ્યું કે, “આ કેસમાં કોર્ટે મહિલાના ન બોલવાના કાયદાકીય અધિકારને મજબૂત બનાવ્યો છે. આ કેસમાં જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે, જો તેવો નિર્ણય સંભળાવવામાં આવ્યો નહોત તો વૈવાહિક બળાત્કારને લઈને ચાલી રહેલી લડાઈમાં કોઈ જ ફાયદો થતો નહીં.
તે કહે છે, “આવા નિર્ણયથી મહિલાઓને રિલેશનશિપમાં હોય ત્યારે જબરદસ્તી કરવામાં આવશે નહીં. જોકે કેટલાક લોકો માને છે કે જો વૈવાહિક બળાત્કારને ગુનો બનાવવામાં આવશે તો લગ્નને અસર થશે એવું નથી. કાયદાનો દુરુપયોગ થાય છે, પરંતુ એકાદ કેસ સામે આવવાથી એવું ના કરી શકાય કે દરેક કાયદાને સમાન દૃષ્ટિકોણથી જોવામાં આવે અને અધિકારો આપવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વૈવાહિક બળાત્કાર પર દાખલ અરજીઓની સુનાવણી કરશે.
અસલમાં આ પહેલા હાઇકોર્ટે વૈવાહિક બળાત્કાર પર વિભાજિત નિર્ણય આપ્યો હતો. એક નિર્ણયમાં જ્યાં એક ન્યાયાધીશે કહ્યું કે તેની પત્નીની સંમતિ વિના બળજબરીથી સેક્સ કરવું એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે, અન્ય ન્યાયાધીશો તેની સાથે સહમત ન હતા.
વૈવાહિક બળાત્કારને ગુનો બનાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
ભારતીય દંડ સંહિતાની કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે અને તેને ગુનો બનાવવામાં આવ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આ કલમના અપવાદ 2 સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આ અપવાદ કહે છે કે જો લગ્નમાં કોઈ પુરુષ તેની 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે તો તેને બળાત્કાર કહેવાશે નહીં, પછી ભલે તેણે તે સંબંધો પત્નીની સંમતિ વિના કર્યા હોય.
જોકે, વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે મહિલાની ઉંમર વધારીને 18 વર્ષ કરી દીધી હતી.
આ કાયદાની તરફેણમાં જ્યાં લોકો વૈવાહિક બળાત્કારને અપરાધ બનાવવાનો આગ્રહ રાખે છે, તો બીજી બાજુ કહે છે કે તેનાથી લગ્ન તૂટવાનો ડર છે. તેમજ કોર્ટમાં ખોટા કેસોનો ધમધમાટ રહેશે.
શું હતો આ મામલો?
સુપ્રીમ કોર્ટમાં એક મહિલાએ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એમેન્ડમેન્ટ એક્ટ, 2021ની જોગવાઈઓ હેઠળ સ્પષ્ટતા માંગતી અરજી દાખલ કરી હતી.
કોર્ટે આ મામલામાં કહ્યું કે, દરેક મહિલા ભલે તેની વૈવાહિક સ્થિતિ હોય એટલે કે પરિણીત હોય કે અપરિણીત તેને સુરક્ષિત અને કાયદાકીય રીતે ગર્ભપાત કરવાનો અધિકાર છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એએસ બોપન્ના અને જેબી પારડીવાલાની ખંડપીઠે કહ્યું કે સ્ત્રીની વૈવાહિક સ્થિતિ ગર્ભપાત ન કરાવવાના તેના અધિકાર માટેનું કારણ કે આધાર બની શકે નહીં.
વકીલ સોનાલી કડસરા કહે છે કે બદલાતા વાતાવરણમાં કાયદામાં ફેરફાર મહત્વપૂર્ણ બની જાય છે. વળી પરિણીત મહિલાને ગર્ભપાતનો અધિકાર આપવા અને અપરિણીતને ન આપવાથી બંને મહિલાઓને સમાન ન્યાય કેવી રીતે મળશે?
તે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “એવું જોવામાં આવ્યું છે કે જ્યારે આવા કિસ્સાઓ આવે છે, ત્યારે ડૉક્ટરો આવા કિસ્સાઓમાં ગર્ભપાત કરવામાં અચકાતા હોય છે કારણ કે તેમને ડર રહે છે કે તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ જશે. આવી સ્થિતિમાં મહિલાઓ તે ક્લિનિકનો સંપર્ક કરે છે, જ્યાં તેમને ગર્ભપાત અંગે કોઈ કારણ પૂછવામાં આવતું નથી. સરકારી ધારા-ધોરણ અનુસાર આવા દવાખાનાઓની નોંધણી કરવામાં આવેલી હોતી નથી અને ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોતું નથી. આવી સ્થિતિમાં તે મહિલાઓનું જીવનું જોખમ બનેલું રહેતું હતું, કેટલાક કેસોમાં તેમનું મોત પણ થઈ જતું હતું.
નિષ્ણાતો પણ સ્ત્રીના તેના પોતાના શરીર પરના અધિકાર પર પ્રશ્ન ઉઠાવે છે.
ભારતમાં ગર્ભપાત અંગે શું કાયદો છે?
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) બિલ 2021 મુજબ, જિલ્લા સ્તરની સમિતિઓ, મેડિકલ બોર્ડ અને જ્યાં ગર્ભપાત થઈ શકે છે, તેમણે નિર્ધારિત નિયમોનું પાલન કરવાનું રહે છે.
પરંતુ ગર્ભપાતનો કાયદો કઇ મહિલાઓ પર લાગુ પડશે-
– સ્ત્રી 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે, પરંતુ આ મર્યાદા 24 અઠવાડિયાથી વધુ ન હોવી જોઈએ
– એક સ્ત્રી જે જાતીય હુમલો, બળાત્કાર અથવા વ્યભિચારનો શિકાર બની હોય
– સગીર
– ગર્ભધારણ પછી વૈવાહિક સ્થિતિમાં ફેરફાર થયો હોય (વિધવા અથવા છૂટાછેડા)
– શારીરિક વિકલાંગ મહિલાઓ
– માનસિક રીતે બીમાર મહિલાઓ
– જો ગર્ભ વિકૃત હોય અને જન્મ પછી સામાન્ય જીવન જીવી ન શકે અથવા બાળકને જન્મ પછી શારીરિક અને માનસિક વિકલાંગતા હોય
Advertisement