ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કચ્છ જિલ્લાના અબડાસા સીટથી આપના ઉમેદવાર વસંત વલજીભાઇ ખેતાનીએ ભાજપનું સમર્થન કરી દીધુ છે. ખેતાનીએ જનતાને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાને જીતાડવાની અપીલ કરી છે. આ પહેલા સૂરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેચ્યુ હતુ.
Advertisement
Advertisement
ગુજરાતમાં AAPની બનશે સરકાર
અરવિંદ કેજરીવાલે લેખિતમાં દાવો કર્યો કે આમ આદમી પાર્ટીની આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતામં સરકાર બનાવશે, તેમણે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે આગામી 31 જાન્યુઆરી સુધી જૂની પેન્શન યોજના લાગુ કરવાનો દાવો કરતા આપનું સમર્થન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠક પર મતદાન થશે.
Advertisement