ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા કૈલાશ ગઢવીને ટિકિટ આપી છે જ્યારે કલ્પેશ પટેલને અમદાવાદના વેજલપુરથી ટિકિટ આપી છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ત્રીજી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/NUrmw5Euls
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 7, 2022
AAPએ આ પહેલા 19 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરનાર પાર્ટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના અંતમાં યોજાશે. જોકે, અત્યારથી રાજકીય પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપના ગઢને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસને પણ ટક્કર આપી રહી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.
Advertisement