વલસાડ: વાપીમાં એક સલૂનમાં ફાયર હેર કટ કરાવવા ગયેલા એક યુવક આગ લાગતા દાઝી ગયો હતો. ફાયર હેર કટ સમયે યુવકના માથામાં આગ લાગી ગઇ હતી અને તમામ પ્રયાસ છતા તે ઓલવાઇ નહતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Advertisement
Advertisement
વાપી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે એક યુવક ગળા અને છાતીના ભાગે બળી ગયો હતો. પહેલા તેને વાપીમાં એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાથી તેને વધુ સારવાર માટે વલસાડની એક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પીડિત વાપીના ભદ્રકમોરા વિસ્તારનો છે અને સુલપાડ વિસ્તારમાં આવેલી એક નાઇની દુકાનમાં ફાયર હેર કટ કરાવવા આવ્યો હતો.તપાસ અધિકારી કરમસિંહ મકવાણાએ જણાવ્યુ કે પીડિત અને નાઇના નિવેદન દર્જ કરવામાં આવ્યા છે.
નાઇએ યુવકના વાળમાં કેમિકલ લગાવ્યુ હતુ
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે પ્રાથમિક જાણકારી અનુસાર પીડિતના વાળમાં કોઇ કેમિકલ લગાવવામાં આવ્યુ હતુ જેમાં આગ લાગતા તેના શરીરનો ઉપરનો ભાગ બળી ગયો હતો, તેમણે જણાવ્યુ કે ફાયર હેરકટ માટે ક્યા રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો તેની ખબર પડી શકી નથી.
શું હોય છે ફાયર હેર કટ?
ફાયર હેર કટમાં વાળ કાપવા અને ખાસ રીતે તેને જમાવવા માટે આગનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેર કટ આજકાલ ટ્રેન્ડમાં છે. આ હેરકટ જોવામાં જેટલુ કૂલ લાગે છે પરંતુ તેનો ઉપયોગ જીવલેણ છે. ફાયર હેરકટનું ચલણ વિદેશમાં પણ છે. ધીમે ધીમે તેનો ઉપયોગ ભારતમાં થવા લાગ્યો છે પરંતુ રીલ્સની દુનિયામાં હવે દરેક કોઇ ફાયર હેર કટ કરાવીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે.
Advertisement