બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રામ મંદિર બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બજેટ રજૂ કરતા કહ્યુ કે રામનગરમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભામાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનું બીજુ અને વર્તમાન કાર્યકાળમાં ભાજપ સરકારનું અંતિમ બજેટ હશે. બોમ્મઇ એપ્રિલ-મેમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કલ્યાણકારી યોજનાઓ અને કેટલાક મુખ્ય સમાજની માંગોને પૂર્ણ કરવા જેવી કેટલીક મહત્વની જાહેરાત કરવાની શક્યતા છે.
રામ મંદિર નિર્માણનો દાવો
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની જેમ કર્ણાટકમાં પણ મંદિર નિર્માણ કરવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રીએ બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરતા કહ્યુ કે આગામી 2 વર્ષમાં કર્ણાટક સરકાર ₹1,000 કરોડના વ્યય સાથે મંદિર અને મઠોના વ્યાપક વિકાસ અને નવીનીકરણ કાર્ય કરશે.
બજેટમાં બીજુ શું છે?
આ કાર્યકાળના પોતાના અંતિમ બજેટમાં કર્ણાટકની ભાજપ સરકારે મોટા દાવા કર્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ જળ સંરક્ષણ માટે કુવા, બાંધ અને નાળીઓને વિકસિત કરવા માટે બે પરિયોજના માટે 75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ વાહન વ્યવહારની ભીડને ઓછી કરવા માટે બેંગલુરૂમાં પાંચ કિલોમીટરના એલિવેટેડ રોડના નિર્માણ માટે 350 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. બેંગલુરૂમાં રસ્તા નિર્માણ માટે 300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યુ કે સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે 75 સ્ટેશનને ₹150 કરોડમાં વિકસિત કરવામાં આવશે. બેલ્લારીમાં 100 કરોડના ખર્ચે એક મેગા ડેરીનું નિર્માણ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ વિભાગ માટે 20,494 કરોડ રૂપિયા સાથે ભુસીરી પરિયોજના માટે 10 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ વર્ષે ₹77,750 કરોડની સ્થૂળ ઉધારી સાથે ₹3.09 લાખ કરોડના બજેટની જાહેરાત કરી છે.
બજેટના વિરોધમાં કાનમાં ફૂલ લગાવીને પહોચ્યા કોંગ્રેસી
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના નેતા કાનમાં ફૂલ લગાવીને પહોચ્યા હતા. તમામ નેતાઓએ સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે લોકોને છેતર્યા છે અને 2018ના મેનિફેસ્ટોમાં લોકોને કરવામાં આવેલા દાવા પૂર્ણ ના કરી તેમણે ડફોળ બનાવ્યા છે.
Advertisement