ગુજરાતમાં અવારનવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી વાદળ છાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીથી રાહત મળી રહી છે પણ ત્યારે કઠલાલ તાલુકાના ભગતના મુવાડા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે સપ્તરંગી મેઘધનુષ્ય તૈયાર થયું હતું. સામાન્ય રીતે ચોમાસમાં મેઘધનુષ્ય જોવા મળતું હોય છે પણ આ સમયે જોઇને ગામના લોકામાં કૂતુહલ સર્જાયું હતું અને આવનારા ચોમાસામાં સારો વરસાદ પડશે કે પછી હાથતાળી આપશે તે પ્રશ્રો ચર્ચાનો વિષય બન્યા હતા. કમોસમી વરસાદને લઇને જગતના તાત (ખેડૂતો)ને ભારે નુકસાન થઇ રહ્યું છે અને જીવન જીવવું પણ ઘણું મુશ્કેલ બન્યું છે. સાંજના સમયે કુદરતી રંગોથી વાતાવરણમાં અનેરી ઊર્જાનો સંચાર થયો હતો. દિવસભરની ગરમીની સામે અચાનક વરસાદી વાતાવરણ તૈયાર થયું હતું. લોકોએ પોતાના કામકાજ ઝડપથી પૂર્ણ કરીને આકાશમાં બનેલા મેઘધનુષ્યને જોઇને ખુશ થયા હતા. ગરમીના દિવસમાં આ પ્રકારે મેઘધનુષ્યને જોતા કહ્યું કે, અમે કમોસમી વરસાદમાં મેઘધનુષ્ય બન્યું હોય તેવું પહેલીવાર જોયું છે. આવાનારા ચોમાસામાં સારો વરસાદ થાય તો ખેતી સારી થઇ શકે છે.
Advertisement
Advertisement
Advertisement