વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતુ.જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી ૨૧ ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સુધીનું અંતર કાપીને આવેલી આ વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની ૭૫ જેટલી વિન્ટેજ કાર સામેલ હતી.
Advertisement
Advertisement
આ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્ય ચકિત કરી પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલી વાર જોઈ હતી.આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.૨૧ ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર રેલીમાં ઐતિહાસિક ડ્રાઇવમાં હેરિટેજ કાર ધરાવનાર ઉદ્યોગપતિ તથા રાજવી પરિવાર કે તેમના સબંધીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિન્ટેજ કાર ડ્રાઈવના આયોજનની સરાહના કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અહીં ૭૫ વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી હતી, જેમાં ૧૯૨૨ ડેમલર, ૧૯૩૮ રોલ્સ-રોયસ ૨૫/૩૦, ૧૯૧૧ નેપિયર, ૧૯૩૩ પેકાર્ડ વી૧૨, રોલ્સ-રોયસ ફેન્ટમ ૨, ૧૯૪૭ લિંકન કોસ્મોપોલિટન, ૧૯૬૦ મર્સિડીઝ બેન્ઝ ૧૯૦ SL બેન્ઝ મોટરવેગન, ૧૯૪૮ બ્યુક સુપર, ૧૯૩૬ ડોજ ડી ૨ કન્વર્ટિબલ સેડાન, ૧૯૪૮ હમ્બર, ૧૯૩૬ ઓસ્ટિન ૧૦/૪ ટૂરર અને ૧૯૩૧ ફોર્ડ એ રોડસ્ટર ડ્રાઇવ જેવી અદભૂત હેરિટેજ કારોએ કારના શોખીનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75 વિન્ટેજ કારનો જમાવડો pic.twitter.com/SW3euz1rl7
— GujaratExclusive (@GujGujaratEx) January 5, 2023
૨૧ ગન સેલ્યુટ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી મદનમોહને જણાવ્યું હતું કે, વિશ્વના ૨૭ દેશોથી આવેલા ૩૫ જજીસ, તેમના પ્રતિનિધિ તેમજ દેશના ખૂણે-ખૂણાથી આવેલી આ વિશેષ કારો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી છે. જે પર્યટન ક્ષેત્રે એક અલગ જ કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે.જેને વધુ પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કર્યુ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું આ મનમોહક દ્રશ્ય વિશ્વભરને એકતાનો સંદેશો પહોંચાડશે.
Advertisement