આણંદ: આણંદના માનપુરામાં ગ્રીન ટોન ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ કરતા દારૂની મહેફિલ માણતા વડોદરાના 15 યુવકો અને 10 યુવતીઓને ઝડપી પાડી હતી.
Advertisement
Advertisement
આંકલાવના માનપુરામાં ગ્રીન ટોન ફાર્મ હાઉસમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે પછી આંકલાવ પોલીસે બાતમીના આધારે રેડ કરતા ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ હતી. બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઇ હતી. આ સાથે જ તેમની પાસેથી દારૂની 10 બોટલ પણ મળી હતી. દારૂની મહેફિલ માણતા લોકો વડોદરાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.
ગુજરાતમાં દારૂબંધીના નિયમોને નેવે મુકીને પાર્ટી કરનારા નબીરાઓ વડોદરાના રહેવાસી છે. દારૂના નશામાં ચૂર 10 મહિલા સહિત 25 લોકોની પોલીસે ફાર્મ હાઉસમાંથી અટકાયત કરી હતી. પોલીસે ફાર્મ હાઉસમાંથી 10 બોટલ, 3 ભરેલી, 5 ખાલી અને 2 અડધી બોટલ જપ્ત કરી હતી. પ્રોહિબિશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement