ચારધામ જઇ રહેલા ગુજરાતના તીર્થ યાત્રીઓની બસમાં મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. ગુજરાતના 21 મુસાફરો ભરેલી બસ યમુનોત્રી જતી હતી. કટાપત્થર પુલ પાસે અચાનક બસમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. બસમાંથી ધૂમાડો નીકળતા જોઇ મુસાફરોએ બસને ઉભી રખાવી હતી અને તમામે બસની બહાર નીકળીને જીવ બચાવ્યો હતો.
Advertisement
Advertisement
આ દરમિયાન બસ આગની ઝપટમાં આવી ગઇ હતી. સ્થાનિક લોકોની સૂચના પર ફાયર બ્રિગેડ અને પોલીસે પહોચીને આગ ઓલવવાનું કામ કર્યુ હતુ, જેનાથી બસનો ઢાંચો તો બચી ગયો પણ બસમાં રાખેલો મુસાફરોનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. ગુજરાતના 21 મુસાફરોએ હરિદ્વારથી યમુનોત્રી ધામ માટે બસ બુક કરાવી હતી. બસમાં સવાર થઇને તમામ યાત્રી યમુનોત્રી જઇ રહ્યા હતા. કટાપત્થર પાસે પુલ પાસે જેવી જ બસ પહોચી બસમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. બસમાં સવાર મુસાફરોએ જ્યારે બસમાંથી ધુમાડો જોયો તો ચાલકને બસ રોકવા કહ્યુ હતુ, ત્યારે જોવા મળ્યુ કે બસ સળગવા લાગી હતી. કોઇ રીતે મુસાફરોએ બસની બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.
સ્થાનિક લોકો અને મુસાફરોની સૂચના પર ડાકપત્થરના ચોકી ઇન્ચાર્જ અર્જૂન સિંહ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. ફાયર વિભાગની ટીમે ઝડપથી આગને ઓલવવાનું કામ કર્યુ હતુ. અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ત્યાર સુધી આખી બસ સળગી ગઇ હતી.
Advertisement