મોરબીમાં કાલે સાંજે જે ઘાત આવી પડી હતી તે ઘટનામાં આજે મોતનો આંકડો 190એ પહોંચી ગયો છે. મોરબીનો ઝુલતો પૂલ તૂટતા 3 જ સેકેન્ડમાં મોત મળ્યું હતું…આ ઘટના સેંકડો લોકોને ભરખી ગઈ છે. જેવો જ પુલ ધડામ કરતો નીચે પડ્યોને સામાન્ય અવાજ, ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ…
Advertisement
Advertisement
હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે…આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. મળતી માહિતી મુજબ 100 લોકોની કેપેસિટીના પુલ પર 500થી વધુ લોકો પુલ પર ચડ્યા હોવાના કારણે પુલ તૂટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે…
છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ પુલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો.. જેના કારણે આ ઘટના બની હતી.. મોરબી દુર્ઘટના અંગે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયાનો કાર્યક્રમ પડતો મૂકીને ગાંધીનગર પહોચ્યા હતાં
Advertisement