અમદાવાદ: દિવાળીના તહેવારને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતી જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત અનુસાર, રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને અગામી 27 ઓક્ટોબર સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને પણ દંડ ફટકારવામાં આવશે નહીં. ઉલ્લેખનિય છે કે, દિવાળીના ટાણે ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય છે. તેવામાં સરકારનો આ નિર્ણય ટ્રાફિક સમસ્યાને વધારે ખતરનાક સ્તર પર લઈ જઈ શકે છે.
Advertisement
Advertisement
સરકારનું કામ લો એન્ડ ઓર્ડરને બનાવી રાખવાનું છે પરંતુ અહીં તો સરકારે જ કાયદા અને વ્યવસ્થાને સસ્પેન્ડ કરી દીધો છે. ખાસ કરીને તહેવારો પર લો એન્ડ ઓર્ડર વધારે મજબૂત રીતે લાગું કરવું જોઇએ કેમ કે દરેક પરિવારના બાળક-વડીલ સહિતના સભ્યો ઘરથી બહાર નિકળે છે, ત્યારે સરકારે જ સડકની વ્યવસ્થા ખોરવી નાંખી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પાછલા દિવસોમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પ્રતિદિવસ અકસ્માતના સમાચાર વાંચવા મળે છે. તેમાંય તહેવારના દિવસોમાં ટ્રાફિકની સમસ્યા ત્તીવ બની જતી હોય છે.
અમદાવાદમાં પાછલા 20 મહિનામાં 677 લોકોના થઈ ચૂક્યા છે મોત
અમદાવાદ શહેરમાં બેદરકારી પૂર્વક તેમજ ઓવર સ્પીડમાં ચલાવવામાં આવતા વાહનોને કારણ થતા અકસ્માતોમાં ફેટલ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયેલો છે. પાછલા 20 મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 677 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ સાથે ગંભીર ઇજા પામેલા વ્યક્તિઓની સંખ્યા પણ વધારે છે. વર્ષ 2021ની વાત કરીએ તો 403 લોકોના અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 274 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ શહેરના આઇ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ફેટલ અકસ્માતના ગુના નોંધાયા છે.
ઓક્ટોબર 2021 અને મે-2022માં સૌથી વધુ 47 લોકોના માર્ગ અકસ્માતમાં થયાં મોત
અમદાવાદ શહેરમાં પ્રતિદિવસ અકસ્માતોના સમાચાર આપણે વાંચતા હોઇએ છીએ. આ અકસ્માતની નોંધ જે-તે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી હોય છે. ફેટલ એક્સીડેન્ટ એટલે કે જે અકસ્માતમા મરણ થતા હોય તેવી ઘટનાઓમાં વધારો થયો છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2021માં કુલ 403 લોકોના ફેટલ અકસ્માતમાં મરણ થયા હતા અને વર્ષ 2022માં અત્યાર સુધી 274 લોકોના મરણ થયા હતા. અંતિમ 20 મહિનાની વાત કરવામાં આવે તો જેમાં કુલ 677 લોકોના મરણ થયા છે. જેમાં 102 મહિલાઓએ અક્સમાતમાં મરણ થયા હતા.
શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2022માં 845 જેટલા અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં 265 ફેટલ અકસ્માતના કેસ હતા. સૌથી વધારે નોંધાયેલા અકસ્માતની વાત કરીએ આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોધાયા હતા. જેમાં 170 કેસ પૈકી 63 ફેટલ અકસ્માત હતા.
Advertisement