વલસાડ: નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. ભૂકંપનો આંચકો અનુભાવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવી ગયા હતા. માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Advertisement
Advertisement
આ પંથકમાં છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપના વારંવાર આંચકા નોંધાયા છે. ગુરૂવાર સવારે 10.27 મિનિટે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોધાયો હતો. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલોજી અનુસાર ભૂકંપની ઉંડાઇ જમીનથી 7 કિમી નીચે હતી.
View this post on Instagram
Advertisement