અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે જખૌ પાસે દરીયામાં ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ તથા છ પાકિસ્તાની ઇસમોને 50 કિલો હેરોઇન, 350 કરોડના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
Advertisement
Advertisement
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પટેલનાઓને બાતમી હકિકત મળી હતી કે, “પાકિસ્તાન સ્થિત મોહમ્મદ કાદર બલોચીસ્તાનવાળો ડ્રગ્સ માફિયા, કરાંચી, પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરી બંદરથી અલ-સફર નામની પાકિસ્તાની બોટ કે જેનો ટંડેલ અલી મોહમ્મદ કરાંચી, પાકિસ્તાન વાળો છે જે તેમાં હેરોઇનભરી ગુજરાતના જખૌ દરિયા કિનારા મારફતે ગુજરાતમાં ઉતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં મોકલવાનો છે.
આ બાતમીના આધારે જખૌ ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુક્ત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં વોચમાં હતા. જખૌ પાસે ભારતની IMBL સીમામાં બાતમીવાળી બોટ મળી આવતા તેને કોસ્ટગાર્ડની શીપ મારફતે રોકવામાં આવી હતી અને તે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સર્ચ ઓપરેશનમાં પાકિસ્તાની ખલાસીઓની અટકાયત કરી બોટ તથા હેરોઇનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં આ હેરોઇનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા મોહમ્મદ કાદરે મોકલાવેલ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઉતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં પહોચાડવાનો હતો. નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઇ કઇ વ્યક્તિ સામેલ છે તથા નાણાકીય કડીઓ શોધવા વધુ તપાસ ચાલુ છે.
Advertisement