નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યુ છે. આ દરમિયાન તેમણે સીનિયર નેતા દ્વારા મલ્લિકાર્જૂન ખડગેના સમર્થનને લઇને કોંગ્રેસ નેતૃત્વને પૂછવુ જોઇએ કે આવુ કેમ બતાવવામાં આવી રહ્યુ છે કે મલ્લિકાર્જૂન ખડગે ઓફિશિયલ ઉમેદવાર છે.
Advertisement
Advertisement
શશિ થરૂરે કહ્યુ કે, મને પાર્ટી નેતૃત્વ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે કોઇ પણ ઓફિશિયલ ઉમેદવાર નહી હોય, તેમણે કહ્યુ કે તમે નોમિનેશન જોશો તો તેનાથી ખબર પડે છે કે ખડગે કોંગ્રેસના સીનિયર નેતાઓની ફૌજ સાથે નોમિનેશન ભરવા આવ્યા હતા, જ્યારે હું સામાન્ય કાર્યકર્તાઓ સાથે ગયો હતો. થરૂરે કહ્યુ કે જે સ્થિતિને યથાવત રાખવા માંગે છે તે ખડગેને મત આપશે, જે બદલાવ ઇચ્છે છે તે મને વોટ કરશે.
સોનિયા ગાંધીએ મને આશ્વાસન આપ્યુ હતુ- થરૂર
શશિ થરૂરે કહ્યુ, સોનિયા ગાંધીએ મને આશ્વાસન આપ્યુ હતુ કે પાર્ટીનો કોઇ ઓફિશિયલ ઉમેદવાર નહી હોય. આ ચૂંટણીમાં ગાંધી પરિવાર તટસ્થ રહેશે, તેમણે વધુમાં વધુ ઉમેદવાર હોવાનું સ્વાગત કર્યુ હતુ. આ કારણે હું રેસમાં આગળ આવ્યો, મારી ચૂંટણી લડવી કોઇનું અનાદર કરવુ નથી; એક મિત્રતાનો મુકાબલો છે.
થરૂરે ખડગેને ભીષ્મ પિતામહ કહ્યા
શશિ થરૂરે કહ્યુ કે અમે દુશ્મન કે વિરોધી નથી. અમે સહયોગી છીએ અને અમે પાર્ટીને આગળ વધારવામાં રસ દાખવીયે છીએ. મલ્લિકાર્જૂન ખડગે અમારી પાર્ટીના ‘ભીષ્મ પિતામહ’ છે. પાર્ટી કાર્યકર્તાઓને નક્કી કરવા દો કે કોણે આગળ વધારવા છે, તેમણે કહ્યુ કે હું ખડગે અથવા અન્ય કોઇ ઉમેદવાર વિશએ કઇ પણ નકારાત્મક નહી કહું. થરૂરે કહ્યુ કે કોંગ્રેસમાં અત્યારે કેન્દ્રીકૃત નિર્ણય લેવાનું મૉડલ છે, તેને બદલવાની જરૂર છે, તેમણે કહ્યુ કે અહી સુધી કે જિલ્લા પ્રમુખ પણ કોંગ્રેસ હાઇ કમાન તરફથી ચૂંટવામાં આવે છે. તેનો નિર્ણય પ્રદેશ કમિટી તરફથી થવો જોઇએ, ના કે કોંગ્રેસ હાઇકમાન તરફથી.
ત્રણ ઉમેદવારમાં કોંગ્રેસ અધ્યક્ષનો મુકાબલો
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આજે નોમિનેશનના અંતિમ દિવસે શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગેએ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. આ બન્ને નેતાઓ સિવાય ઝારખંડના કોંગ્રેસના નેતા કેએન ત્રિપાઠીએ પણ શુક્રવારે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. ભલે મલ્લિકાર્જૂન ખડગેનું પલડુ ભારે ગણવામાં આવી રહ્યુ હોય પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ત્રણ ઉમેદવાર હોવાને કારણે હવે મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.
Advertisement