નવી દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ (Rajasthan Congress Crisis) શરૂ થયાના ચાર દિવસ પછી મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gehlot) કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી રેસમાંથી બહાર થઈ ગયા છે. ગહેલોત અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંદીવચ્ચે દોઢ કલાકની બેઠક થઈ. બેઠક પછી ગહેલોતે મીડિયાને જણાવ્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ઉમેદવાર બનશે નહીં. રાજસ્થાનમાં પોતાના વફાદાર ધારાસભ્યોના ખુલ્લા વિદ્રોહની નૈતિક જવાબદારી લેતા તેમને તેવું પણ કહ્યું કે રાજસ્થાન સંકટ પર સોનિયા ગાંધી પાસે માંફી માંગી છે. આવો જાણીએ કે અશોક ગહેલોતે સોનિયા ગાંધીને આપેલા માફીનામામાં શું લખ્યું છે?
Advertisement
Advertisement
10 જનપથ પર જ્યારે સીએમ અશોક ગહેલોતની કારની એન્ટ્રી થઈ તો તેમના હાથમાં માફીનામાની કોપી હતી, જેની તસવીર સામે આવી છે. માફીનામા અનુસાર તેમને સોનિયા ગાંધીને કહ્યું કે, “જે થયું તે ખુબ જ દુ:ખદ છે, હું પણ ખુબ જ દુ:ખી છું.” તેમાં સૌથી ઉપર આ લાઈન લખેલી છે. તેમને પોતાના આ માફીનામામાં સચિન પાયલટ સાથે છ ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ પણ કર્યો.
જણાવી દઈએ કે અશોક ગહેલોતને કોંગ્રેસ અધ્યક્ષ માટે ગાંધી પરિવારની પ્રથમ પસંદના રૂપમાં દેખવામાં આવતા હતા, પરંતુ રાજસ્થાનમાં ગહેલોતના વફાદાર કોંગ્રેસ ધારાસભ્યોએ જે રીતે સચિન પાયલટને તેમનો નેતા માનવા અંગે વિદ્રોહ કર્યો, તેનાથી આલાકમાન નારાજ થયું છે.
90થી વધારે અશોક ગહેલોત જૂથના ધારાસભ્યોએ આ વાત પર સામૂહિક રાજીનામા આપી દીધા છે, જો ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં સામેલ થાય છે તો તેમને રાજસ્થાનના મુખ્યમંત્રીની ખુરશી પોતાના પ્રતિદ્વંદ્રી સચિન પાયલટને સોંપવામાં આવશે.
જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે ગહેલોત પાર્ટી પ્રમુખ પદ સાથે રાજસ્થાનમાં પોતાની ભૂમિકાને બનાવી રાખવા માંગે છે, પરંતુ રાહુલ ગાંધીએ પાછલા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતુ કે તે સંભવ નથી કેમ કે પાર્ટી એક વ્યક્તિ એક પદના પોતાના સંકલ્પ પર કાયમ રહેશે.
Advertisement