- દેશમાં બેફામ બનેલી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાજપીપલામાં યુવક કોંગ્રેસની ભવ્ય મશાલ રેલી
- રાજ્યસભા ચુંટણીમાં બી.ટી.પી એ કોંગ્રેસનાં ઉમેદવારને હરાવવાનું કામ કર્યું છે.એટલે આ વખતની ચૂંટણીમાં આ બધી બાબતો વિચારી ગઠબંધન કરવું જોઈએ: ઈન્દ્રવિજય સિંહ ગોહીલ
- ભાજપ કોંગ્રેસને હરાવવા સક્ષમ નથી એટલે આમ આદમી પાર્ટીને પોતાની બી ટીમ તરીકે ઉતારી છે, ભાજપનાં 27 વર્ષના પાપના ઘડાને ફોડવાનો સમય આવી ગયો છે: ઈન્દ્રવિજય સિંહ ગોહીલ
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રા જંગી રેલી સાથે નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી. રાજપીપળાના ભીલ રાજાની પ્રતિમાથી આંબેડકર ચોક સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટના સચિવ બી.એમ.સંદીપ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવા સહીત મોટી સંખ્યામાં કાર્યકરોની મસાલ રેલી નીકળી હતી. ડેડીયાપાડાના મોવી નજીક વિધાનસભાની ચૂંટણી પેહલા કોંગ્રેસે રાજકીય પાર્ટીઓમાં પેહલા જાહેરસભા કરી કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
Advertisement
Advertisement
એ જાહેરસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. દેશમાં બેરોજગારી પણ વધુ છે. ભાજપનાં 27 વર્ષના શાસનમાં સૌથી વધુ દ્રોહ ગુજરાતનાં યુવાનો સાથે થયો છે. 40 લાખ કરતાં વધુ યુવાનો શિક્ષિત બેરોજગાર તરીકે બેઠા છે, કોન્ટ્રાકટ પધ્ધતિથી ગુજરાતનાં યુવાનોનું શોષણ કરવામાં આવે છે.
બી.ટી.પી સાથે ગઠબંધન મુદ્દે એમણે જાહેરમાં એમ કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે બી.ટી.પી સાથે ગઠબંધન ધર્મ નિભાવ્યો પણ રાજ્યસભા ચુંટણીમાં બી.ટી.પી એ કોંગ્રેસનાં ઉમેદવારને હરાવવાનું કામ કર્યું છે. એટલે આ વખતની ચૂંટણીમાં આ બધી બાબતો વિચારી ગઠબંધન કરવું જોઈએ. ગઠબંધન ધર્મ બંનેવ પક્ષે નિભાવવો જોઈએ, રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થનમાં આવવું જોઈએ. આવી ખાતરી લીધા પછી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન થાય એવી મારી લાગણી છે.ભાજપ કોંગ્રેસને હરાવવા સક્ષમ નથી એટલે આમ આદમી પાર્ટીને પોતાની બી ટીમ તરીકે ઉતારી છે. ભાજપનાં 27 વર્ષના પાપના ઘડાને ફોડવાનો સમય આવી ગયો છે.
Advertisement