અમદાવાદ: અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારમાંથી પાકિસ્તાન સિમ કાર્ડ મોકલતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્શ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જાસુસને લઇને ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ સંબોધશે જેમાં મોટા ખુલાસા થઇ શકે છે.
Advertisement
Advertisement
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના કોટ વિસ્તારમાંથી પાકિસ્તાન સિમ કાર્ડ મોકલનારા એક શખ્સની ધરપકડ કરી છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી સાથે આ શખ્સ સંકળાયેલો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી. આવનારા દિવસોમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અમદાવાદમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.
Advertisement