અમદાવાદ: અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યા પછી LG મેડિકલ કોલેજનું નામ પણ બદલવામાં આવશે. LG મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના 72માં જન્મ દિવસની ઉજવણી કરવાના છે. આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મણિનગરમાં આવેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત (મેટ) એલજી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
15 સપ્ટેમ્બર 2022માં AMC મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ.જી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, મણિનગર, યુ.જી. અમદાવાદ ખાતે કાર્યરત એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજમાં હાલમાં મેડીકલના અને પી.જી.ના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. કોલેજની વહીવટી કામગીરી AMC મેટ દ્વારા કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બરના રોજ એએમસી મેટની એક્ઝીક્યુટીવ કમિટીની મીટિંગ મળી હતી જેમાં દરખાસ્તના અનુસંધાને કામના ઠરાવ નં-24 બીથી એએમસી મેટ મેડીકલ કોલેજનું નવું નામાભિધાન ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી માંગવામાં આવે છે.
Advertisement