સૂરતમાં 10 દિવસ પહેલા એક કાપડના ગોડાઉનમાં આગ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજમાં ખબર પડી કે ગોડાઉનમાં આગ કર્મચારીએ જ લગાવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે કર્મચારીને ઓછો પગાર મળતો હતો જેને કારણે તેને ગોડાઉનમાં આગ લગાવીને કારખાનાના માલિકને 78 લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યુ હતુ.
Advertisement
Advertisement
સૂરતના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એક કાપડના ગોડાઉનમાં 27 ઓગસ્ટે
આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો, જોકે, ત્યાર સુધી ઘણુ નુકસાન થઇ ગયુ હતુ. તપાસ કરતા ખબર પડી કે આગ લાગતા માલિકને આશરે 78 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.
તે બાદ પોલીસે આગ લાગવાનું કારણ તપાસ કર્યુ તો ચોકાવનારો ખુલાસો થયો હતો. ગોડાઉનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો એક કર્મચારી જ ગોડાઉનમાં રાખેલા કપડામાં આગ લગાવી રહ્યો હતો. તે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા અનોખી કહાની સામે આવી હતી.
આરોપી કર્મચારીએ જણાવ્યુ કે તે ઓછા પગાર મળવાને કારણે નારાજ હતો, જેને કારણે તેને માલિકને નુકસાન કરાવવા માટે બંધ ગોડાઉનમાં જઇને આગ લગાવી દીધી હતી.
Advertisement