ગુજરાતમાં ATSએ આણંદથી એક યુવકની જાસૂસીના આરોપસર ધરપકડ કરી છે. આ યુવક એક પાકિસ્તાની સંગઠન માટે જાસૂસી કરતો હતો અને ભારતીય સેનાનો નંબર પાકિસ્તાનને પૃહોંચાડી રહ્યો હતો. તે સંરક્ષણ કર્મચારીઓના ફોન હેક કરતો હતો અને ફોનની માહિતી પાકિસ્તાનમાં સૂત્રધારોને આપતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું એટીએસને જાણવા મળ્યું છે. આરોપીને હવે એટીએસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર લાભશંકર મહેશ્વરી નામનો વ્યક્તિ કેટલાક મોબાઈલ નંબરો દ્વારા પાકિસ્તાનને માહિતી આપીને જંગી રકમ મેળવતો હતો. તે ફોન હેક કરીને ભારતીય સેનાના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાની સંગઠનને મોકલતો હતો.
એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય એજન્સીને આ હિલચાલની માહિતી મળી હતી અને આ વ્યક્તિનો નંબર અને વિગતો ગુજરાત એટીએસને સોંપી દીધી હતી. માહિતી મળ્યા બાદ ગુજરાત ATS એક્શન મોડમાં આવી ગઈ અને જાસૂસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીએ કેટલા અધિકારીઓના ડેટા અને ફોન ડિટેઈલ્સ મેળવીને પાકિસ્તાન મોકલી હતી તેની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Advertisement