અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે દિવાળી પહેલા રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે. ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા.
Advertisement
Advertisement
ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓએ ફિક્સેશન હટાવવા માટે કોર્ટ કાર્યવાહી કરી છે, કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ આ દરમિયાન રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓમાં ફેલાતા અસંતોષનો અંત લાવવાનો પ્રયાસ કરીને તેમની પગાર વધારાની માંગણી પૂરી કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાની માહિતી આપી હતી.
65 હજારથી વધુ કર્મચારીઓને પગાર વધારાનો લાભ
રાજ્ય સરકારના નિર્ણયને પગલે 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20 ટકા વધારાની અટકળો વચ્ચે રાજ્ય સરકારે કર્મચારીઓને 30 ટકાનો વધારો આપવાનો નિર્ણય લીધો છે, જેના કારણે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કર્મચારીઓનો પગાર વધારો 1 ઓક્ટોબરથી લાગુ થશે. તેનાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 500 કરોડથી વધુનો બોજ વધશે. સરકાર ટૂંક સમયમાં આ અંગે પરિપત્ર બહાર પાડશે.
આ નિર્ણયથી 4400 રૂપિયાના ગ્રેડ પે સાથે વર્ગ-3ના કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર 38,090 રૂપિયાથી વધીને 49,600 રૂપિયા થઈ જશે. ઉપરાંત, ગ્રેડ પે 4200 અને 2800 ધરાવતા વર્ગ-3 કર્મચારીઓનો વર્તમાન માસિક પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. ગુજરાત સરકાર ફિક્સ પગાર પર સરકારી નોકરી આપે છે અને આ કર્મચારીઓ છેલ્લાં પાંચ વર્ષથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા.
ફરજ દરમિયાન મૃત્યુના કિસ્સામાં 14 લાખ રૂપિયાની આર્થિક સહાય
આ અગાઉ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે ફરજ દરમિયાન મૃત્યુ પામતા કોન્ટ્રાક્ટ કર્મચારીના આશ્રિતોને 14 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે
Advertisement