ભોપાલઃ મધ્યપ્રદેશમાં નજીકના ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તે પહેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહિલાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે મધ્યપ્રદેશમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે.
Advertisement
Advertisement
આ જોગવાઈ વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં લાગુ પડશે
મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમો, 1997માં સુધારો કર્યો છે, જેમાં વન વિભાગ સિવાયની ભરતીમાં મહિલાઓને 35% અનામત આપવામાં આવી છે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં તેને સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આગામી ચૂંટણી માટે મહત્વનો નિર્ણય
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને મહત્વનું સ્થાન આપી રહી છે. આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં 2.6 કરોડથી વધુ મહિલા મતદારો છે અને બંને પક્ષો આ વોટ બેંકને પોતાની તરફેણમાં કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.
આ વર્ષના અંતમાં ચૂંટણી
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એમપીમાં ભવ્ય જીત મેળવી હતી. કમલનાથને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કી દીધો હતો જેના કારણે કમલનાથ સરકાર ભંગ થઈ ગઈ હતી. તે પછી તેઓ માર્ચ 2020માં તેમના કેટલાંક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે આ વખતે ફરી કોંગ્રેસે રાજ્યમાં સત્તા પર પાછા ફરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભ્રષ્ટાચાર અને કથળતી કાયદો અને વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. બીજી તરફ ભાજપે જીત માટે અનેક દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
Advertisement