પટણા: બિહારમાં નીતિશ કુમાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, નીતિશ સરકારનું આ પગલું ઘણાં રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવા માટે મજબૂર કરી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારની વસ્તીમાં 36 ટકા અત્યંત પછાત વર્ગો, 27 ટકા પછાત વર્ગો, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
રાજ્યની વસ્તી 13 કરોડથી વધુ
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પૂર્ણ કરી લીધી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેમનો રિપોર્ટ જાહેર કર્યો છે. બિહાર રાજ્યમાં કરાયેલી ગણતરી મુજબ સમગ્ર બિહારની વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 હોવાનું જાણવા મળ્યું છે. અધિક મુખ્ય સચિવ વિવેક કુમાર સિંહના જણાવ્યા અનુસાર, બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બિહારમાં પછાત વર્ગ 27.13%, અત્યંત પછાત વર્ગ 36.01%, સામાન્ય વર્ગ 15.52% છે. બિહારની કુલ વસ્તી 13 કરોડથી વધુ છે.
બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52 ટકા છે
આજે વિકાસ કમિશનર વિવેક સિંહે બિહાર સરકાર વતી પત્રકાર પરિષદ યોજી હતી. તેમની પાસે રાજ્યના મુખ્ય સચિવનો ચાર્જ છે. તેમણે કહ્યું કે બિહારમાં ઉચ્ચ જાતિની 15.52 ટકા, ભૂમિહારની વસ્તી 2.86 ટકા, બ્રાહ્મણની વસ્તી 3.66 ટકા, કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસહરની વસ્તી 3 ટકા, યાદવની વસ્તી 14 ટકા અને રાજપૂતની વસ્તી 3.45 ટકા છે.
2024માં સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશુઃ લાલુ પ્રસાદ યાદવ
બિહારના પૂર્વ સીએમ અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે આ પ્રસંગે કહ્યું કે આજે ગાંધી જયંતિ પર આપણે સૌ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. ભાજપના તમામ કાવતરાં, કાયદાકીય અડચણો અને તમામ ષડયંત્રો છતાં આજે બિહાર સરકારે જાતિ આધારિત સર્વે જાહેર કરી દીધો છે. આ આંકડા વંચિત, ઉપેક્ષિત અને ગરીબોના યોગ્ય વિકાસ અને પ્રગતિ માટે સર્વગ્રાહી યોજનાઓ બનાવવા અને વસ્તીના પ્રમાણમાં વંચિત જૂથોને પ્રતિનિધિત્વ આપવા માટે દેશ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. સરકારે હવે વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ. 2024માં કેન્દ્રમાં જ્યારે અમારી સરકાર બનશે ત્યારે અમે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું.
Advertisement