દક્ષિણ ભારતના વિખ્યાત ફિલ્મ અભિનેતા કમલ હાસને સનાતન ધર્મ વિવાદમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનો બચાવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું.
Advertisement
Advertisement
દરમિયાન, દક્ષિણ ભારતના વિખ્યાત ફિલ્મ અભિનેતા કમલ હાસને ઉદયનિધિનું નામ લીધા વિના જણાવ્યું હતું કે સનાતન ધર્મ પરની ટિપ્પણી માટે એક ‘નાના બાળકને’ “પીડીત ” કરવામાં આવી રહ્યો છે. ઉદયનિધિને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણ કે, તેમણે સનાતનની વાત કરી હતી. જ્યારે આપણને બધાને પેરિયારના કારણે જ ‘સનાતન’ શબ્દનું જ્ઞાન થયું છે.
મક્કલ નિધિ મય્યમ (MNM) પ્રમુખ કમલ હાસને કોઈમ્બતુરમાં પક્ષની બેઠકને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં પેરિયારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ઉદયનિધિના પૂર્વજો પણ આ અંગે ઘણું બોલ્યા છે. આ કોઈ નવી વાત નથી. પેરિયારે તો બનારસના મંદિરમાં પૂજા કરી, માથું નમાવ્યું હતું અને તિલક પણ લગાવ્યું હતું. તેમણે સનાતન ધર્મ અંગે ઘણું જણાવ્યું હતું.
કમલ હાસને ઉમેર્યુ કે તેમણે એક જ ક્ષણમાં તમામ વસ્તુઓ છોડી દીધી અને માનવ સેવાનો રસ્તો અપનાવી લીધો. તેમના અંતિમ સમય સુધી તેમણે સમાજની સેવા કરી હતી. કમલ હાસને કહ્યું કે, ડીએમકે અથવા કોઈ બીજો પક્ષ પેરિયારને પોતાના ન ગણાવી શકે કારણ કે, સમગ્ર તમિલનાડુ પેરિયારને પોતાનો આદર્શ માને છે અને તેમના વિચારોને માને છે.
ઉદયનિધિનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ-મેલેરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે, આ બીમારીઓની જેમ સનાતન ધર્મને પણ ખતમ કરી દેવો જોઈએ. ઉદયનિધિના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. દેશની 262 મોટી હસ્તીઓએ CJI ચંદ્રચુડને પત્ર લખીને ઉદયનિધિ સ્ટાલિન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Advertisement