દિલ્હીમાં જી-20 શિખર સંમેલન શરૂ થવામાં હવે માત્ર થોડાં કલાકો જ બાકી છે, જી-20 ડિનરમાં કેબિનેટ મંત્રીઓ, વિદેશી પ્રતિનિધિઓ સંસદસભ્યો અને મંત્રીઓ તેમજ દેશના કેટલાંક ભૂતપૂર્વ વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. જયારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ ડિનરમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સાથે જ સોનિયા ગાંધીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. મોદી સરકારના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ નારાજ જણાઈ રહ્યાં છે અને આ બાબતને લોકશાહી પર હુમલો ગણાવી રહ્યા છે.
Advertisement
Advertisement
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ડિનરનું આમંત્રણ
આ પહેલા બુધવારે કોંગ્રેસના એક સૂત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં કેટલાંક કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ, ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ વર્ષે, ભારતની અધ્યક્ષતામાં, જી-20 શિખર સંમેલન આવતીકાલથી બે દિવસ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે.
જી-20 શિખર સંમેલનમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુનને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી તે દુર્ભાગ્યપૂર્ણ હોવાનું છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું. મતભેદનું સન્માન કરવું જોઈએ. લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. આવી સ્થિતિમાં વિપક્ષને ન બોલાવવો એ સીધો લોકશાહી પર હુમલો છે.
બીજી તરફ કેન્દ્રના આ નિર્ણય અંગે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આમાં વિરોધાભાસ શું છે ? તેમણે વિપક્ષના નેતાને આમંત્રણ ન આપવાનો નિર્ણય લીધો છે. તે તમને કંઈક દર્શાવે છે, તે તમને કહે છે કે તેઓ ભારતની 60% વસ્તીના નેતાને મહત્વ આપતા નથી. આ એક એવી બાબત છે જેના વિશે લોકોએ વિચારવું જોઈએ કે તેમને આવું કરવાની જરૂર કેમ લાગે છે અને તેની પાછળ કેવા પ્રકારની વિચારસરણી છે ?
Advertisement