પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, 5 સપ્ટેમ્બરની ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે દેશભરના શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશભરના 75 શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
શિક્ષક દિન નિમિત્તે જે શિક્ષકોનું સન્માન કરવામાં આવશે તેમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ વિભાગના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમને ત્રણ સ્તરે મેરિટના આધારે પસંદ કર્યા છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે ગુજરાતમાંથી સૌથી વધુ પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતમાંથી આ સન્માન માટે પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. કચ્છ અને સુરતના એક-એક શિક્ષકને એવોર્ડ આપવામાં આવશે, જ્યારે અમદાવાદની પોલીટેકનીક સરકારી કોલેજના પ્રોફેસર ઝંખના મહેતાને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એવોર્ડ આપવામાં આવશે અને ગાંધીનગરના બે પ્રોફેસરોને એવોર્ડ આપવામાં આવશે. જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ચાર-ચાર શિક્ષકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી ત્રણ-ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. પુરસ્કાર તરીકે, શિક્ષકોને પ્રમાણપત્ર, 50,000 રૂપિયા રોકડ અને સિલ્વર મેડલ આપવામાં આવશે.
Advertisement