અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકામાં નવા મેયર માટેની કવાયત તેજ થઈ ગઈ છે. અમદાવાદને 9મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયર મળવા જઈ રહ્યા છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 હોદ્દેદારોનો કાર્યકાળ 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. એ જ દિવસે AMCની બેઠક યોજાશે. જેમાં ચૂંટણીના આધારે નવા મેયરની વરણી કરવામાં આવશે. જોકે, ભાજપ પાસે બહુમતી છે તેથી મેયર પદ પર મહિલા કાઉન્સિલરને મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
રેસમાં આ નામ આગળ છે
મેયર જેવા મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ થયું છે. શાહીબાગ વોર્ડના મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈન અને મણિનગર વોર્ડના કાઉન્સિલર શીતલ ડાગા મેયર પદની રેસમાં સૌથી આગળ છે. આ ઉપરાંત ભાજપ હાઈકમાન્ડ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેશ બારોટને ફરીથી જવાબદારી સોંપી શકે છે. પરંતુ કેટલાક કાઉન્સિલરોએ સ્થાયી સમિતિના ચેરમેન બનવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે.
નવા મેયર મહિલા કાઉન્સિલર હશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. તેમાં ભાજપના 159 અને કોંગ્રેસના માત્ર 25 અને અન્ય પક્ષના 7 કાઉન્સિલરો જીત્યા હતા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓએ ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારને અમદાવાદના મેયર તરીકે ચૂંટ્યા હતા. જ્યારે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને OBC ક્વોટામાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિન્દી ભાષી સમાજને ધ્યાનમાં રાખીને ચાંદખેડાના કાઉન્સિલર અરુણસિંહ રાજપૂતને દંડક પદ સોંપવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર તરીકે નારણપુરાના મહિલા કાઉન્સિલર ગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત સરસપુરના કાઉન્સિલર ભાસ્કર ભટ્ટને પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા..
Advertisement