દિલ્હી: વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’ની ત્રીજી બેઠકમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અદાણી જૂથને લગતા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ અંગેના ખુલાસા બાદ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, તેમણે માંગ કરી હતી કે જી-20માં ભાગ લેવા માટે ઘણાં દેશોના નેતાઓ ભારત આવી રહ્યા છે, તેથી કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
Advertisement
Advertisement
સેબીએ ગૌતમ અદાણીને ક્લીનચીટ આપી
અદાણી ગ્રુપના વિવાદ પર મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જી-20 નેતાઓ અહીં આવે તે પહેલા તેઓ પૂછશે કે આ કઈ ખાસ કંપની છે જેની માલિકી વડાપ્રધાનની નજીકના સજ્જન પાસે છે અને અને ભારતના જેવી અર્થવ્યવસ્થામાં આ સજ્જનને મફત યાત્રા શા માટે આપવામાં આવી રહી છે ? તપાસ થઈ, સેબીને પુરાવા આપવામાં આવ્યા અને સેબીએ ગૌતમ અદાણીને ક્લીનચીટ આપી દીધી… તેથી સ્પષ્ટપણે અહીં કંઈક ખોટું છે.
આ નાણાં અદાણીના છે કે બીજાના ?
આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલો સવાલ એ થાય છે કે આ નાણાં કોના છે? આ પૈસા અદાણીના છે કે બીજાના? તેની પાછળના માસ્ટરમાઇન્ડ વિનોદ અદાણી નામના એક સજ્જન છે જે ગૌતમ અદાણીના ભાઈ છે. પૈસાની આ ગેરરીતિમાં અન્ય બે લોકો પણ સામેલ છે. એક સજ્જન છે જેનું નામ નાસિર અલી શબાન અહલી છે અને બીજા એક ચીની સજ્જન છે જેનું નામ ચાંગ ચુંગ લિંગ છે. તેથી, બીજો પ્રશ્ન જે ઊભો થાય છે તે એ છે કે – આ બે વિદેશી નાગરિકોને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરતી લગભગ તમામ કંપનીઓમાંથી એકના મૂલ્યાંકન સાથે કેમ ચેડાં કરવાની મંજૂરી શા માટે આપવામાં આવી રહી છે.
પારદર્શિતા જરૂરી છે
અદાણી ગ્રુપના વિવાદ પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આ સમય જી 20નો છે અને તે વિશ્વમાં ભારતની સ્થિતિ વિશે છે. ભારત જેવા દેશ માટે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે કે આપણી આર્થિક પરિસ્થિતિ અને અહીં ચાલતા વ્યવસાયોમાં સમાન તકો અને પારદર્શિતા હોવી જોઈએ. આજે સવારે બે વૈશ્વિક નાણાંકીય અખબારોએ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ કોઈ સામાન્ય અખબારો નથી. આ અખબારો ભારતમાં રોકાણ અને બાકીના વિશ્વમાં ભારત અંગેની ધારણાને પ્રભાવિત કરે છે…
રાહુલ ગાંધીએ જેપીસી તપાસની માંગ કરી
સમગ્ર મામલાની JPC તપાસની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું નામ સાફ કરે અને સ્પષ્ટપણે જણાવે કે શું ચાલી રહ્યું છે તે ખૂબ જ જરૂરી છે. ઓછામાં ઓછું જેપીસીને મંજૂરી આપવી જોઈએ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. મને સમજાતું નથી કે વડા પ્રધાન તપાસ કેમ કરાવતા નથી ? શા માટે તેઓ ચૂપ છે અને જે લોકો જવાબદાર છે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે ? જી 20 નેતાઓ અહીં આવે તેના પહેલાં જ તે વડા પ્રધાન પર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે… તેઓ (G20 નેતાઓ) આવે તે પહેલાં આ મુદ્દાની સ્પષ્ટતા કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે.
અદાણીનો મુદ્દો પ્રકાશમાં આવતાં પીએમ મોદી ગભરાઈ જાય છે
કેન્દ્રની મોદી સરકારે સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ બાબત અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે કદાચ આ થોડાં ગભરાટનું સૂચક છે. મેં સંસદ ભવનમાં ભાષણ આપ્યું ત્યારે આ જ પ્રકારનો ગભરાટ થયો હતો, ગભરાટના કારણે તેમણે અચાનક મારું સંસદ સભ્યપદ રદ કરવું પડ્યું. તેથી મને લાગે છે કે આ ગભરાટનો વિષય છે કારણ કે આ મામલા વડાપ્રધાનની ખૂબ નજીકના છે. જ્યારે પણ તમે અદાણીનો મુદ્દો ઉઠાવો છો ત્યારે વડાપ્રધાન ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે અને ગભરાઈ જાય છે.
Advertisement