ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે જ આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર કરીને ભાજપાએ તેની આક્રમક વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગઈકાલે દિલ્હીમાં ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી.
Advertisement
Advertisement
ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણાં મોટા નેતાઓએ ભાગ લીધો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે બેઠક દરમિયાન ચર્ચામાં ભાગ લીધો હતો.
નવી દિલ્હીમાં ભાજપાના મુખ્યાલયમાં યોજાયેલી આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
90 વિધાનસભા બેઠકો પર વિસ્તૃત ચર્ચા બાદ નિર્ણય
ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં છત્તીસગઢ વિશે ચર્ચા થઈ હતી. આ દરમિયાન રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર શ્રેણીબદ્ધ ચર્ચા કરવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી છત્તીસગઢની બેઠકો માટે ચર્ચા થઈ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશની બેઠકો વિશે પણ ચર્ચા થઈ હતી. પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન મુખ્યત્વે સંવેદનશીલ બેઠકો પર હતું.
भारतीय जनता पार्टी केन्द्रीय चुनाव समिति की बैठक भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda की अध्यक्षता में कल दिनांक 16.08.2023 को संपन्न हुई।
केन्द्रीय चुनाव समिति ने छत्तीसगढ़ एवं मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान… pic.twitter.com/SxDPiWW44d
— BJP (@BJP4India) August 17, 2023
પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે
દેશના પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તા પર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે તેલંગાણામાં બીઆરએસ સત્તા પર છે.
Advertisement