મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં હિન્દુત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગે પહેલા જ કહી દીધું છે કે દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોઈ જરૂર નથી કારણ કે અહીં 80 ટકા હિન્દુઓ જ વસે છે. હવે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બજરંગ દળને લઈને નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં.
Advertisement
Advertisement
દિગ્વિજય સિંહે શું કહ્યું?
દિગ્વિજય સિંહે કહ્યું કે હિન્દુત્વ શબ્દ સાવરકરે જ બનાવ્યો હતો. કોઈ નરમ કે કઠોર હિંદુ ધર્મ નથી. તેને સનાતન ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો બંધારણના શપથ લીધા પછી હિંદુત્વની વાત કરે છે તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે બજરંગ દળ (અમે મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતીશું તો) પર પ્રતિબંધ મુકીશું નહીં કારણ કે બજરંગ દળમાં કેટલાંક સારા લોકો પણ હોઈ શકે છે, પરંતુ રમખાણો કે હિંસામાં સામેલ કોઈને પણ અમે છોડીશું નહીં.
આ પ્રસંગે દિગ્વિજય સિંહે હિંદુ રાષ્ટ્ર વિશે કમલનાથના નિવેદનનો પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. કમલનાથે કહ્યું કે દેશના 80 ટકા હિસ્સામાં હિંદુ છે, તેથી તે હિંદુ રાષ્ટ્ર જ છે. આ મુદ્દે દિગ્વિજય સિંહે કહ્યું કે, શું હિન્દુઓની સંખ્યા ગણવી ખોટું છે ? દિગ્વિજયે એમ પણ કહ્યું કે કેટલાંક લોકો મારી અને કમલનાથજી વચ્ચે વિવાદ ઉભો કરાવવા માંગે છે. પરંતુ અમે ચાર દાયકાથી સાથે કામ કરી રહ્યા છીએ અને હજુ સુધી કોઈ હરીફ સફળ થયો નથી. અમે સાથે મળીને કામ કરતા રહીશું.
આ વર્ષના અંતમાં ચૂંટણી
મધ્યપ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એમપીમાં જોરદાર જીત મેળવી હતી. કમલનાથને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ. ત્યારબાદ તેઓ માર્ચ 2020માં તેમના કેટલાંક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે કોંગ્રેસ ફરી રાજ્યમાં સત્તામાં પરત ફરવાની આશા સેવી રહી છે. ભ્રષ્ટાચાર,કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે.
Advertisement