સોમવારે એટલે કે 14 ઓગસ્ટે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) કરવાના મામલે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નહેરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી.
Advertisement
Advertisement
હકીકતે, રાહુલ ગાંધી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરવામાં આવ્યું તે અંગે પત્રકારોએ સવાલ કર્યો હતો. તેના જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે નહેરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લેહ-લદ્દાખ જવા માટે દિલ્હીથી નીકળ્યા છે.
લદ્દાખના બે દિવસના પ્રવાસે રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ લદ્દાખ પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને મજબૂત કરવાની રણનીતિ તૈયાર કરશે.
નેહરુ મેમોરિયલ પર શાબ્દિક યુદ્ધ
આ અગાઉ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવાના મામલે ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું સત્તાવાર નામ બદલવા માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે ગઈકાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જવાહરલાલ નહેરુના મહાન યોગદાનને ક્યારેય છીનવી નહીં શકે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે વધુમાં કહ્યું, “તેમણે (મોદી) N ને ભૂંસી નાખ્યો છે અને તેના બદલે P મૂકી દીધો છે. તે P ખરેખર ક્ષુદ્રતા અને ઉદાસીનતા માટે છે.”
દરમિયાન, ભાજપે જણાવ્યું હતું કે હવે મ્યુઝિયમ નહેરુ ઉપરાંત તમામ વડાપ્રધાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નહેરુ મ્યુઝિયમમાં અન્ય કોઈ વડાપ્રધાનને સ્થાન મળ્યું ન હતું.
Advertisement