દિલ્હી: આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએનો મુકાબલો કરવા માટે 26 વિપક્ષી દળો એકસાથે આવ્યા છે. તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને ભાજપને સત્તા પરથી હટાવવાનો દાવો કરી રહ્યા છે, જો કે સીટોની વહેંચણી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. માનવામાં આવી રહ્યું છે કે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી બેઠકમાં સીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ બધી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસે રાજધાની દિલ્હીની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેના કારણે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. કોંગ્રેસની આ જાહેરાતથી આમ આદમી પાર્ટી નારાજ છે અને આપએ આગામી બેઠકમાં ન જવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
દિલ્હીની તમામ બેઠકો પર એકલા હાથે લડવાનો કોંગ્રેસનો નિર્ણય
દિલ્હીમાં કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસના ઘણાં નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે તેમની પાર્ટીએ દિલ્હીની તમામ સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં આમ આદમી પાર્ટી કે ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ ન હતી. વાસ્તવમાં દિલ્હીમાં ત્રણ મુખ્ય પક્ષો છે – આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. લોકસભા ચૂંટણી માટે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે છે. પરંતુ કોંગ્રેસે તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
2025માં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી નહીં રહે
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના સવાલ પર કોંગ્રેસના નેતા અનિલ ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબૂત કરશે અને એક થઈને ચૂંટણી લડશે. અમે આમ આદમી પાર્ટી કે ગઠબંધન અંગે કોઈ ચર્ચા કરી નથી. અમારો અલગ રસ્તો છે. અમે પોલ ખોલ યાત્રાથી લઈને અરવિંદ કેજરીવાલ સરકારની નીતિઓને ઉજાગર કરવાના તમામ પ્રયાસો કર્યા છે. અમે આગામી વિધાનસભા ચૂંટણી જીતીશું અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને.
આપનો વળતો પ્રહાર
AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવા સમાચાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ (કોંગ્રેસ) દિલ્હીમાં ગઠબંધન નહીં કરે તો ઈન્ડિયા ગઠબંધનમાં જવાનો કોઈ અર્થ નથી, તે સમયની બરબાદી છે. ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠકમાં હાજરી આપવી કે નહીં તે અમારી પાર્ટીની ટોચની નેતાગીરી નક્કી કરશે.
બીજી તરફ આ મામલે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે આવી વાતો તો આવતી રહેશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો સાથે બેસશે, જ્યારે તમામ પક્ષોની ટોચની નેતાગીરી સાથે બેસીને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરશે, ત્યારે જ ખબર પડશે કે કઈ પાર્ટીને કઈ બેઠક મળી રહી છે.
Advertisement