અમદાવાદઃ બિપરજોય ચક્રવાતી તોફાન બાદ ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ છે. ત્રણ રાઉન્ડ વરસાદના કારણે રાજ્યની નદીઓ અને જળાશયોમાં પાણી આવ્યાં છે. થોડા દિવસ સુધી શાંત રહેલા મેઘરાજા હવે ફરી આવવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યમાં ત્રણ રાઉન્ડના વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા નોંધાયો છે.
Advertisement
Advertisement
સરદાર સરોવરમાં 75.19 ટકા પાણીનો સંગ્રહ
રાજ્યના 207 જળાશયોમાં 72.26 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 251184 M.C.F.T.પાણીનો સંગ્રહ છે, જે તેની નિયત ક્ષમતાના 75.19 ટકા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા પાણીનો સંગ્રહ થયો છ
92 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યમાં વ્યાપક વરસાદના પરિણામે કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. કેટલાંક જળાશયોમાં 100 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે કેટલાંક જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી છે. તે જ સમયે, 70 થી 80 ટકા પાણી સંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
Advertisement