ગાંધીનગરઃ 2024ની લોકસભા ચૂંટણીમાં PM મોદીના નેતૃત્વ હેઠળ NDAની જીતને રોકવા માટે 26 વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી છે. બીજી તરફ ગુજરાત ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના એક મોટા નેતાના રાજીનામાથી રાજકીય ગલીઓમાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી તેમને પાર્ટી ઓફિસમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી.
Advertisement
Advertisement
પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચાર-પાંચ દિવસથી રાજીનામા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આખરે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની માહિતી સામે આવી છે. ગુજરાત ભાજપમાં મહામંત્રી પદ પર રહેલા નેતા પ્રદીપસિંહ વાઘેલાના નામ અંગે થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, આજે પ્રદીપસિંહે કહ્યું કે તેમણે સાત દિવસ પહેલાં જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધની અફવા સંપૂર્ણપણે ખોટી છે. જો કે તેમનું રાજીનામું સ્વીકારવા અંગે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે મેં માત્ર જવાબદારી છોડી છે, હું પક્ષનો વફાદાર કાર્યકર છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિપરીક્ષામાંથી બહાર આવીશ.
આ કારણે રાજીનામું આપ્યું
બીજી તરફ કમલમમાં પ્રદીપસિંહ વાઘેલાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જે બાદ આજે તેમના રાજીનામાની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ માહિતી સામે આવતાં જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ, જમીન કૌભાંડના કારણે રાજીનામું લેવામાં આવ્યું છે. પાર્ટી હાઈકમાન્ડને ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી. જેમાં અમદાવાદ ભાજપના અનેક લોકોની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement