દિલ્હી: આજે સવારે સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી શરૂ થતાં જ ફરી એકવાર વિપક્ષોએ મણિપુર મુદ્દે ચર્ચાની માંગ કરતાં હોબાળો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી અને રાજ્યસભાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ ત્યાં પણ હોબાળો ચાલુ છે. ભાજપના નેતાઓ હવે બિન-ભાજપ શાસિત રાજ્યો બંગાળ અને રાજસ્થાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે, રાજ્યસભામાં હોબાળો મચાવનાર AAP સાંસદને સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
હવે વિપક્ષના સાંસદોએ મણિપુર મુદ્દે સંજય સિંહના સસ્પેન્શન સામે એકતા દર્શાવી છે. ગઈ રાત્રે સાંસદોએ વારા ફરતી ધરણાં કર્યા હતા. મણિપુરમાં મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ સાથે જોડાયેલા વાયરલ વીડિયોએ દેશમાં શેરીઓથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચાવ્યો છે. AAP સાંસદ સોમવારે સંસદ સત્ર દરમિયાન બે મહિલાઓ પર અત્યાચારના મુદ્દે ચર્ચાની માંગણી કરતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પાસે પહોંચ્યા અને તેમને હાથથી ઈશારો કરતાં કંઈક કહ્યું, જેના કારણે તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોતાની સામેની કાર્યવાહી બાદ મીડિયા સાથે વાત કરતા સંજય સિંહે કહ્યું કે મણિપુર જેવા સંવેદનશીલ મુદ્દા પર વડાપ્રધાન કેમ ચૂપ છે ? વનઅમે તેમની પાસે માત્ર સંસદમાં આવીને આ મુદ્દે બોલવાની માંગ કરી રહ્યા છીએ. મને સસ્પેન્ડ કરવા માટે હું રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની કોઈ ટિપ્પણી નહીં કરું કારણ કે તેઓ રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિ નથી, તેઓ ઉપરાષ્ટ્રપતિ છે. સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવવાની જવાબદારી અમારી છે.
વિપક્ષી સાંસદો દ્વારા સંજય સિંહના સસ્પેન્શનનો વિરોધ
સંજય સિંહ સામેની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદની બહાર ધરણાં કર્યા હતા, જેમાં AAP સાંસદ સંજય સિંહ, સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તાની સાથે TMC નેતા ડોલા સેન, શાંતા છેત્રી જ્યારે કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી, અમીબેન અને જેબી માથેરની સાથે સાથે સીપીએમ નેતા બિનય વિશ્વમ, સીપીઆઈ નેતા રાજીવ અને BRS નેતા હાજર હતા.
Advertisement