ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. ટામેટાના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટા મધ્યમ અને ગરીબોની પહોંચની બહાર થઈ ગયા છે. દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે ટામેટા અને શાકભાજીના ભાવમાં ભારે વધારાએ લોકોને નવો ફટકો આપ્યો છે. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવતા એમેઝોન દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને બે કિલો ટામેટાં મોકલ્યા છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, તેમણે મોંઘવારી સામે ગૃહિણીઓના અવાજ અને તેમની વેદનાને પ્રતીકાત્મક રીતે ઉઠાવ્યા છે. તેમણે ટામેટાંના વધતા ભાવ સામે અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે થોડાં મહિના પહેલા 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાનો ભાવ જૂનમાં પ્રતિકિલો 100 રૂપિયાને પાર કરી ગયો હતો અને જુલાઈમાં દેશના કેટલાંક ભાગોમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તે ટામેટાંના ભાવમાં 445 ટકાનો વધારો દર્શાવે છે.
આ વખતે ડુંગળી નહીં પણ ટામેટાં લોકોની આંખમાં આંસુ લાવી રહ્યા છે. દેશના મોટાભાગના શહેરોમાં ટામેટાંના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજધાની દિલ્હીમાં ઘણી જગ્યાએ ટામેટાંની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારમાં નબળી ગુણવત્તાના ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. બટેટા, ડુંગળી અને ટામેટા દેશના મુખ્ય શાકભાજી છે. તેમની કિંમતમાં વધારાની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડે છે.
Advertisement