દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિત ઘણાં રાજ્યો હાલ પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હજુ પણ રાહતના કોઈ અણસાર જણાતા નથી. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીની સાથે પૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ઉત્તર બંગાળના સિક્કિમમાં રેડ એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સિક્કિમ અને ઉત્તર બંગાળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂરની સંભાવના છે. સરકારે પોતાના અધિકારીઓને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. દરમિયાન, IMDએ સૌરાષ્ટ્ર, કચ્છ (ગુજરાત), મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. સિક્કિમ અને ઉત્તર બંગાળ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટમાં સૌરાષ્ટ્ર-ગુજરાત, કચ્છ-ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 15 અને 16 જુલાઈએ ભારે વરસાદની આગાહી
મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 14-16 જુલાઈ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે ગુજરાતમાં 15 અને 16 જુલાઈના રોજ હવામાનની આવી જ સ્થિતિ જોવા મળશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો થવાની ધારણા છે, પરંતુ ગંગાના મેદાનોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
Advertisement