રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
આ નિર્ણય પ્રમાણે વધઇ, ખેરગામ, સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા, કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા ખાતે, અમદાવાદમાં ધોલેરા ખાતે, સોમનાથમાં વેરાવળ અને પંચમહાલ ખાતે, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, ગીર દાહોદ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલે છે તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેમો ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
Advertisement