અમદાવાદઃ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા દરમિયાન નાગરિકોને અવરજવર માટે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ અને ટ્રાફિક પોલીસે પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આજે અમે તમને જણાવીશું કે આવતીકાલે નીકળનારી રથયાત્રા નિમિત્તે કયા રસ્તાઓ બંધ રહેશે.
Advertisement
Advertisement
રથયાત્રાના રુટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રથયાત્રા મંદિરે પરત ન પહોંચે ત્યાં સુધી રથયાત્રાનો રુટ બંધ રહેશે.
પ્રતિબંધિત રુટ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે સવારે 7 કલાકે મંદિરેથી નીકળશે અને ખમાસા આસ્ટોડિયા, રાયપુર ચકલા, ખાડિયા, પાંચકૂવા, કાલુપુર થઈ જમાલપુર થઈ ભગવાનના મામાના ઘરે સરસપુર પહોંચશે. સવારથી જ આ માર્ગો અવરજવર માટે બંધ રહેશે.
રથયાત્રા પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘીકાંટા, પાનકોર નાકા, માણેકચોકથી દાણાપીઠથી ખમાસા થઈને મંદિરે પરત ફરશે – આ દરમિયાન આ તમામ માર્ગો બંધ રહેશે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસે આ માર્ગને ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે પણ જાહેર કર્યો છે.
જો કે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે શહેરીજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઈ-રિક્ષા દ્વારા સ્ટેશને જતા લોકો BRTS કેબિનથી કાલુપુર સુધી પહોંચી શકશે. તેવી જ રીતે પશ્ચિમ અમદાવાદથી આવતા લોકો સ્વામિનારાયણ કોલેજથી બીઆરટીએસમાં કાલુપુર આવી શકશે.
Advertisement