લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે જુદા જુદા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદી સતત રાજસ્થાનની મુલાકાત લઈને પોતાની તરફેણમાં વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કોંગ્રેસ પણ વિવિધ પ્રયાસોમાં લાગેલી છે. પરંતુ, આ દરમિયાન ચૂંટણી પહેલા રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રવેશ કર્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જનસભાને સંબોધિત કરતા કેજરીવાલે ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અમે અહીં આવી રહ્યા હતા ત્યારે અમે જોયું કે આખા ગંગાનગર અને આ સ્ટેડિયમની આસપાસ ગેહલોત સાહેબના પોસ્ટરો લગાવાયેલા હતા. હું તેમને કહેવા માંગુ છું કે જો તેમણે છેલ્લાં 5 વર્ષમાં કામ કર્યું હોત તો તેમને આવુ ન કરવું પડત. અહીં 15-20 લોકો આવ્યા અને ખુરશીઓ ફેંકવા લાગ્યાહતા, આ બધું કાયરોનું કૃત્ય છે. તમે (CM ગેહલોત) 5 વર્ષ સુધી કામ નથી કર્યું અને એ જ કારણે તમે આવું કરી રહ્યા છો.
કેજરીવાલના આ આરોપો પર હવે રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કેજરીવાલ જીને જૂઠું બોલવા બદલ મેડલ મળવો જોઈએ. પહેલા તેઓ અણ્ણા હજારેને લાવ્યા અને તેમને મૂર્ખ બનાવ્યા. તેમણે પોતાના મકાન પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા, એના વિશે તેમણે કશું કહ્યું નહીં? રાજસ્થાનમાં તેમને એક પણ વોટ મળવાનો નથી. અહીં સીધો મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.
કેજરીવાલે જનસભાને સંબોધતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ દ્વારા તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારો પર નિશાન સાધ્યું હતું. તેમના આ નિવેદન પર હવે રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની હતાશા સામે આવી છે. તેમણે પૂર્વ સરકારો પર આરોપ લગાવ્યા છે. તેમની પાસે પુરાવા હોય તો તેમણે ચૂંટણીના 3-4 મહિના પહેલા પુરાવા સાથે આગળ આવવું જોઈએ. અહીં AAP પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. રાજ્યમાં તેમની પ્રથમ રેલી ફ્લોપ સાબિત થઈ છે.
Advertisement