દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી બનાવવા માટે એક વટહુકમ બહાર પાડ્યો, જે દિલ્હીમાં ફરજ બજાવતા તમામ DANICS અધિકારીઓ અને ગ્રુપ A અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની ભલામણ કરવાની સત્તા ધરાવશે. કેન્દ્રના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે અને તેમનો સહયોગ માંગી રહ્યા છે. આ સંદર્ભમાં ગઈકાલે રવિવારે કેજરીવાલે રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
રામલીલા મેદાનમાં આયોજિત મહારેલીને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સીધું નિશાન સાધતા કહ્યું કે હું આખા દેશની જનતાને કહેવા માંગુ છું, કે આ માત્ર દિલ્હીની જનતા સાથે થયું છે એવું વિચારશો નહીં. મને અંદરથી ખબર પડી છે કે આ મોદીજીનો પહેલો હુમલો છે. અહીં સફળતા મેળવ્યા બાદ તેઓ અન્ય રાજ્યો માટે પણ આવો જ વટહુકમ લાવશે, તેથી તેને અત્યારે જ રોકવું પડશે.
આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે તેમણે (પીએમ) મનીષ સિસોદિયાને જેલમાં ધકેલી દીધા, સત્યેન્દર જૈનને જેલમાં ધકેલી દીધા. અમારી પાસે એક મનીષ સિસોદિયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદિયા છે, અમારી પાસે એક સત્યેન્દર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દર જૈન છે. એકને જેલમાં નાખો તો બીજા કામ કરવા આવી જશે પણ દિલ્હીમાં વિકાસના કામો અટકશે નહીં.
મહારેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે 2015માં દિલ્હીએ તમામ 7 સીટો ભાજપને આપી, મોદીજીને પીએમ બનાવ્યા અને કહ્યું, ‘ આપ દેશનું ધ્યાન રાખો’ અને દિલ્હીમાં ભાજપને 70માંથી 3 સીટો આપી, 67 સીટો AAPને આપી અને કહ્યું કેજરીવાલ આપ દિલ્હીનું ધ્યાન રાખો. દિલ્હીના લોકોએ ભાજપના લોકો સામે લાલ આંખ કરીને જોયું અને કહ્યું, ‘ આપ દેશની સંભાળ રાખો, ખબરદાર દિલ્હી તરફ આંખો કાઢીને જોશો તો..
Advertisement