અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર ખૂબ ઝડપે પસાર થતા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદના ધંધુકા-બોટાદ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ પાસે ટ્રક અને કાર વચ્ચે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
અમદાવાદના સરખેજ – ગાંધીનગર હાઈવે પર એક કાર ચાલકે માતા-પુત્રીને ટક્કર મારી હતી અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં 28 મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક પર એક કાર ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલી નર્સને કચડી નાખી હતી.
Advertisement