આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વૉલિફાયર 2 મેચ શુક્રવાર, 26 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. GT આ સિઝનમાં 14 મેચમાંથી દસ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. MIએ 14માંથી આઠ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
Advertisement
Advertisement
આ પહેલા અમદાવાદની પિચ વિશે જાણીએ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ અત્યાર સુધી બેટિંગ માટે ખૂબ જ દમદાર રહી છે. અહીં બેટ્સમેનોને ખૂબ જ સરળતા રહે છે. દરેક પ્રકારના બોલનો એક સામાન્ય બેટ્સમેન પણ સામનો કરી શકે છે. એ રીતે કહીએ તો આ પીચ સ્પીનરો માટે કે સારા બોલર માટે પણ કપરી પીચ છે. જો કે ચાલાક બોલરો માટે આ પીચ એટલી જ સારી છે.
અમદાવાદનું હવામાન પણ મેટર કરે છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. જો વાતાવરણમાં ભેજ હશે તો બોલ સ્પીન થવાની શક્યતા વધી જશે.
જો કે મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં શુક્રવારે હવામાન ચોખ્ખું થવાની ધારણા છે. પવનની ગતિ પણ સ્પિનરોને મદદરૂપ થાય છે. પરંતુ અમદાવાદમાં હાલ પવનની ગતિ નથી. જેના કારણે પવનની ગતિ પણ બોલર કરતાં બેટ્સમેનને વધુ સપોર્ટ કરે તેવું લાગે છે.
ગુજરાત ટાઈટ્ન્સના સાવજો
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જોશુઆ લિટલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, સુધરાઈ, સાઈ. પ્રદીપ સાંગવાન, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યુ વેડ, જયંત યાદવ, યશ દયાલ, દાસુન શનાકા.
મુંબઈ ઈન્ડિયનના એક્કાઓ
રોહિત શર્મા (કેપ્ટન), અરશદ ખાન, જેસન બેહરેનડોર્ફ, ડેવાલ્ડ બ્રુઈસ, પિયુષ ચાવલા, ટિમ ડેવિડ, રાઘવ ગોયલ, કેમેરોન ગ્રીન, ઈશાન કિશન, ડ્વેન જોન્સન, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, શમ્સ મુલાની, રમણદીપ સિંહ, હૃતિક શોકીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ, સંદીપ વોરિયર, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન.
Advertisement