ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગયા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવવાની તૈયારીમાં છે. બિનસત્તાવાર રીતે કેટલાંક અધિકારીઓએ ધોરણ-10નું પરિણામ તા.2જી કે 3જી જૂનમાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી જ્યારે ધોરણ-12નું પરિણામ તા. 28મી કે 29મી મેના રોજ આવશે એવી શક્યતા વ્યક્ત કરી હતી.
Advertisement
Advertisement
હાલમાં પરિણામની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે પણ આ પરિણામને વિજ્ઞાન પ્રવાહની જેમ વોટ્સ એપ પર જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર પણ આ રિઝલ્ટ મૂકાશે. પરંતુ શાળાઓમાં અને ઇન્ટરનેટ પર ટ્રાફિક ના થાય એ માટે વોટ્સ એપ નંબર દ્વારા પણ પરીક્ષાના પરિણામની જાણ કરવામાં આવી રહી છે.
Advertisement