આજે કર્ણાટકમાં નવી સરકાર શપથ લેવા જઈ રહી છે. સિદ્ધારમૈયા રાજ્યના 30માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સિદ્ધારમૈયાનો આ બીજો કાર્યકાળ હશે. સિદ્ધારમૈયાએ અગાઉ 2013થી 2018 સુધી પ્રથમ મુખ્યમંત્રી કાર્યકાળ જોઈ ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંને જૂથના ધારાસભ્યો સામેલ છે. કોંગ્રેસના મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હગ્રહતી.
Advertisement
Advertisement
આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આના પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આજે શપથ ગ્રહણ સમારોહ છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત આઠ ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ લેશે. હું પણ તેમાં ભાગ લેવા માટે ત્યાં જઈ રહ્યો છું. કર્ણાટકમાં નવી સરકાર છે, મજબૂત સરકાર છે તે ખુશીની વાત છે. આનાથી કર્ણાટકનો વિકાસ થશે અને સાથે જ દેશમાં સારું વાતાવરણ સર્જાશે.
12.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથવિધિ સમારોહ કાંતિરવા સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અધિકારીઓ છેલ્લા મંગળવારથી તૈયારીઓમાં વ્યસ્ત છે.
કોંગ્રેસ પણ સિદ્ધારમૈયાના આ શપથ ગ્રહણ સમારોહ દ્વારા વિપક્ષી એકતા બતાવવા માંગે છે. આ અંગે કોંગ્રેસે તેના તમામ મુખ્યમંત્રીઓને બોલાવ્યા છે. આ સાથે કોંગ્રેસે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ મોકલ્યું છે. સૂત્રો જણાવ્યા અનુસાર પરમેશ્વરા, રામલિંગા રેડ્ડી, કેજે જ્યોર્જ, એચકે પાટીલ, એમબી પાટીલ, સતીશ જારકીહોલી, યુટી કધર, લક્ષ્મી હેબ્બાલકર, ટીબી જયચંદ્ર, એચસી મહાદેવપ્પા મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
Advertisement