રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ, શિલ્પકલા અને છબીકલાના ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર યોગદાન આપનારા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરાય છે. આ માટે રાજ્ય સરકારે કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલા આ કલાકારોને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને તામ્રપત્ર વડે ખાસ સમારંભ યોજી સન્માનિત કરવામાં આવશે એમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે.
ગૌરવ પુરસ્કૃત કલાકારોને વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ માટે સન્માનિત કરવા કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરાઈ છે.
પુરસ્કૃત કલાકારોની યાદી આ પ્રમાણે છે
વર્ષ ૨૦૧૬-૧૭
- 1 ચિત્રકલા શ્રી જયંતીલાલ રાબડીયા
- 2 ચિત્રકલા શ્રી મિલન દેસાઈ
- 3 ચિત્રકલા શ્રી કશ્યપ પરીખ
- 4 છબીકલા શ્રી અમુલ પરમાર
- 5 છબીકલા શ્રી હેમંતકુમાર પંડ્યા
- 6 છબીકલા શ્રી દિનેશભાઈ પંચોલી
વર્ષ ૨૦૧૭-૧૮
- 7 ચિત્રકલા શ્રી ઉમેશકુમાર ક્યાડા
- 8 ચિત્રકલા શ્રી દિનુભાઈ પટેલ
- 9 ચિત્રકલા શ્રી કેશવભાઈ ટંડેલ
- 10 છબીકલા શ્રી વિપુલ લહેરી
- 11 છબીકલા શ્રી રમેશ બારીયા
- 12 છબીકલા શ્રી કલ્પિત ભચેચ
- 13 શિલ્પકલા શ્રી હિંમત પંચાલ
- 14 શિલ્પકલા શ્રી લાલજી પાનસુરીયા
- 15 શિલ્પકલા શ્રી પ્રતાપસિંહ સોલંકી
વર્ષ ૨૦૧૮-૧૯
- 16 ચિત્રકલાશ્રી અરવિંદ ઘોસાળકર
- 17 ચિત્રકલા શ્રી નરેન્દ્ર પટેલ
- 18 ચિત્રકલા શ્રી પ્રવિણા મહિચા
- 19 છબીકલા શ્રી વ્રજ મિસ્ત્રી
- 20 છબીકલા શ્રી નિકુંજ વાગડીઆ
- 21 છબીકલ શ્રી સાદીકસાહેબ સૈયદ
વર્ષ ૨૦૧૯-૨૦
- 22 ચિત્રકલાશ્રી મહેન્દ્ર પરમાર
- 23 ચિત્રકલા શ્રી કાંતિલાલ પંચાલ
- 24 ચિત્રકલા શ્રી કનુભાઈ પંચાલ
- 25 છબીકલા શ્રી દેવજીભાઈ શ્રીમાળી
- 26 છબીકલા શ્રી રાજેશકુમાર પટેલ
- 27 છબીકલા શ્રી સિદ્ધાર્થ રાઠોડ
- 28 શિલ્પકલા શ્રી કનુભાઈ પારૂપરલા
- 29 શિલ્પકલા શ્રી રાજેશ મૂળીયા
- 30 શિલ્પકલા શ્રીમતી બીના પટેલ
- 31 શિલ્પકલા શ્રી નથુભાઈ ગરચર (રેતિશિલ્પ માટે)
Advertisement