કર્ણાટક વિધાનસભા ચૂંટણી 65.70 ટકા મતદાન સાથે પૂરી થઈ છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હતું. કર્ણાટકમાં પહેલી વખત 94000 સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોએ વિક્રમી મતદાન કરીને લોકશાહીના આ ઉત્સવને પોતાના અધિકાર દ્વાર અનોખી રીતે ઉજવ્યો હતો. કર્ણાટકની કુલ 2614 સીટો માટે 2614 ઉમેદવારો ઊભા રહ્યા હતા.
Advertisement
Advertisement
વોટિંગ દરમ્યાન ત્રણ જગ્યાએ હિંસાના બનાવ્યો બન્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વિજયપુરાના બાસવાના બાગેવાડી તાલુકામાં કેટલાંક લોકોએ ઈવેએમ અને વીવીપેટ મશીન તોડ્યા હતા. પોલિંગ ઓફિસરોની ગાડીઓ પર હુમલો કરીને તોડફોડ કરી હતી. અહીં એવી અફવા ઉડાડવામાં આવી હતી કે કોઈ અધિકારીએ મશીન બદલીને કંઈક ગડબડ કરી છે.
અન્ય એક ઘટનામાં પદ્મનાભ વિધાનસભાના પપૈયા ગાર્ડન પોલિંગ બૂથ પર કેટલાંક યુવાનોએ લાકડીઓ લઈને વિરોધીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મત આપવા માટે કેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ત્રીજી એક ધટનામાં બેલ્લારીના સંજીવારાયાનાકોટેમાં થઈ હતી. અહીં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના બનાવો બન્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુના વિજયનગર મતદાન મથક પર મતદાન કર્યું હતું. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન પહેલાં શિકારીપુરમાં હુચ્છારાયા સ્વામી મંદિર અને રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી. વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હુબલીના હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
Advertisement