છેલ્લાં ઘણાં સમયથી માનવી દ્વારા પર્યાવરણને મોટાપ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. પર્યાવરણનું જતન થાય તે હેતુ સાથે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારૂસેટ દ્વારા પર્યાવરણનું યોગ્ય જતનના હેતુ સાથે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ડિજિટલ પેપરલેસથી પરીક્ષા લેવાનો નવો અભિગમ શરૂ કરીને સમાજને પર્યાવરણને લઇને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે. હાલમાં ચાલી રહેલી એન્યુઅલ પરીક્ષામાં આશરે ૯ કોલેજના ૯ હજારથી વધારે સ્ટુડન્ટ્સ પેપરને સ્થાને ટેબલેટ- લેપટોપ ઉપરથી પરીક્ષા આપી રહ્યા છે.
Advertisement
Advertisement
આ ટેબલેટથી પરીક્ષા આપી રહ્યા છે જેને લીધે ૧૨ લાખ પેપર એટલે કે ૧૫૦થી વૃક્ષોનો બચાવ કર્યો છે જે પર્યાવરણની જાળવણી માટેનું એક ઉમદા કાર્ય કહી શકાય છે. ચારૂસેટ યુનિવર્સિટી અને સિંગાપોરની લિટલમોર ઇનોવેશન વચ્ચે ૨૦૧૯માં એમઓયુ કરવામાં આવ્યા હતા. લિટલમોર ઇનોવેશન સંસ્થા દ્વારા યુનિવર્સિટીને ડિજિટલ પેપરલેસ પરીક્ષા યોજવાની સુવિધા આપીને ચારૂસેટના શૈક્ષણિક સ્ટાફ, સ્ટુડન્ટ્સ માટે વિશેષ તાલીમવર્ગનું આયોજન કરાયું હતું.
આ તાલીમ વર્ગમાં ૧૫૦૦થી વધારે સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી. ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણનું જતન થાય તે માટે એક નવી પહેલ શરૃ કરી છે. ૨૦૨૨-૨૩ની તમામ ઇન્ટરનલ અને એક્ષ્ટર્નલ પરીક્ષા પણ પેપરલેસ મોડમાં લેવાનું નિર્ધારિત કરીને ટેબલેટથી પરીક્ષા લેવાઇ રહી છે. યુનિવર્સિટી દ્વારા પેપરલેસ પરીક્ષાનું આયોજન પહેલીવાર થઇ રહ્યું છે તેમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.અતુલ પટેલે જણાવ્યું હતું.
પેપરલેસથી પરીક્ષા લેવાથી કાગળનો ઉપયોગ થતો નથી પર્યાવરણને નુકસાન પણ થતું નથી. કેમ્પસમાં પણ સ્ટુડન્ટ્સ પર્યાવરણનું જતન કરવાના હેતુસર વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે. પેપરલેસ પરીક્ષાને લઇને સ્ટુડન્ટ્સને પણ ઘણી મજા આવી હતી અને તેઓ માટે આ સફળ પ્રોજેક્ટ કાર્ય છે તેમ અમે માનીએ છીએ.
Advertisement