સિનિયર સિટિઝન મોટેભાગે એકલા રહેતા હોય છે અને તેઓ શોપિંગ કરવાની સાથે કોઇપણ સ્થળે જવું તેમના માટે ઘણું અઘરું હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટિક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ સંગમ મિશ્રાએ બેટરીથી ઓપરેટ થઇ શકે તેવું શોપિંગ કાર્ટ બનાવ્યું છે જેનાથી સિનિયર સિટિઝન કાર્ટમાં બેસીને પોતાનું શોપિંગ કરી શકશે. આ વિશે સંગમ મિશ્રાએ કહ્યું કે, જોવામાં આ કાર્ટ સામાન્ય કાર્ટ જેવો છે પરંતુ તેને કાર્ટ કાર કહી શકાય છે. આ કાર્ટ પર બેસીને સિનિયર સિટિઝન સહેલાઇથી શોપિંગ કરી શકે છે.
Advertisement
Advertisement
આ કાર્ટ સંપૂર્ણ બેટરી ઓપરેટર અને ઇલેક્ટ્રિકથી ચાલે છે. સિનિયર સિટિઝન લોકોને ચાલવામાં તકલીફ પડે છે કે ઘૂંટણમાં દર્દ હોય અને મોલમાં તેઓ વજનદાર વસ્તુઓ પણ ખેંચીને લાવી શકતા નથી તેઓની મુશ્કેલીને જોઇને આ કાર્ટ બનાવવનો વિચાર આવ્યો હતો. કાર્ટની ડિઝાઇન કરવા મોલ ગયો હતો તેને આધારે નવી ડિઝાઇનથી તૈયાર કર્યો છે જેમાં ૨૦૦ કિલોગ્રામથી પણ વધારે વજન સુધી લઇ જઇ શકાય છે.
Advertisement